વડોદરા : માંગરોળમાં નર્મદા મૈયાની વિશેષ અર્ચના, 1,100 ફુટ લાંબી ચુંદડી કરાઇ અર્પણ

સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..

Update: 2022-02-07 11:30 GMT

સાત કલ્પથી વહેતા આવતાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની માંગરોળમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરાય હતી..

કોરોનાની મહામારી બાદ હવે તહેવારોની રંગત પાછી ફરી છે. સોમવારના રોજ પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિનો રૂડો અવસર હતો. મધ્યપ્રદેશના અમરકંટકના પહાડોમાંથી નીકળી 1,800 કીમીની સફર ખેડી નર્મદાના નીર કંટીયાજાળ પાસે અરબ સાગરમાં ભળે છે. વેદો અને પુરાણોમાં નર્મદા નદીનું મહાત્મય વર્ણવવામાં આવ્યું છે ત્યારે આજે નર્મદા જયંતિના અવસરે ઠેર ઠેર નર્મદા નદીની પુજા અર્ચના કરવામાં આવી. નર્મદા જિલ્લામાં આવેલાં માંગરોળમાં નર્મદા મૈયાને 1,100 ફુટ લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.

ચૂંદડીને હાથમાં પકડીને નર્મદા સ્ત્રોતનું પઠન કરીને માંગરોલથી સામેના વાસણ કાંઠા સુધી દસ જેટલી નાવડીઓમાં લઇ જવામાં આવી. સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું કે, ચુંદડી બનાવવા માટે સુરતથી સાડા બાર હજાર રૂપિયાની કિમંતનો સાડીનો તાકો મંગાવવામાં આવ્યો હતો. મા નર્મદા સદાય વહેતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે અને ગામલોકોએ પણ નદીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો છે.

Tags:    

Similar News