વડોદરા : ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું બાળકો સિંચન કરવા હેતુ સમર કેમ્પ યોજાયો..

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાના ભૂલકાઓ માટે સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2022-05-28 13:32 GMT

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાના ભૂલકાઓ માટે સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિને માન આપે તે ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન કરાયુ છે.

વડોદરાની વધુ એક વિદ્યાર્થિની દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની ઈન્ટર સી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્રુવી પટેલે જણાવ્યુ હતુ કે, વર્ષ 2017માં સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ સમર કેમ્પ 3થી 12 વર્ષના બાળકો માટે આયોજિત કરવામાં આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ચાલતા આ સમર કેમ્પમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરાને અનુસરે સાથે જ ભારતીય સંસ્કૃતિને માન આપવા સહિત સંસ્કારનું પાલન કરે તે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે. આ સમર કેમ્પમાં બાળકોને પ્રાર્થના, ભગવત ગીતાના શ્લોક, નૃત્ય, સ્પોર્ટ્સ એક્ટિવીટી સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News