વડોદરા: ટેન્કરોનાં સીલ તોડીને પેટ્રોલ-ડીઝલ ચોરતી ત્રિપુટી ઝડપાઈ,વાંચો કઈ રીતે ચોરીના ગુનાને અપાતો હતો અંજામ

એક કાર ચાલકે આવીને સિલ તોડી પેટ્રોલ ડીઝલ કાઢી કારબામાં ભરતા હતા એ સમયે જ પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો

Update: 2022-04-17 08:20 GMT

પેટ્રોલિયમ કંપનીમાંથી ડીઝલ પેટ્રોલ ભરી નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી વેચવાનું કૌભાંડ શહેર પોલીસની પીસીબી શાખાએ પકડ્યું છે. લાંબા સમયથી ચાલતી આ પ્રવૃતિમાં સંડોવાયેલા ત્રણને ઝડપી 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પીસીબીના પીઆઇ જે જે પટેલને એચપી પેટ્રોલિયમ કોર્પો લિ.ના મંજૂસર ડેપોથી નીકળેલી પેટ્રોલ-ડીઝલ ભરેલી ટેન્કરમાંથી સીલ તોડી પેટ્રોલિયમ પદાર્થની ચોરી થતી હોવાની માહિતી હતી.આણંદ જવા નીકળેલી ટેન્કરના ચાલક અને ક્લીનરે ફાજલપુર પાસે પડતર જગ્યામાં લઇ ગયા હતા,

જ્યાં એક કાર ચાલકે આવીને સિલ તોડી પેટ્રોલ ડીઝલ કાઢી કારબામાં ભરતા હતા એ સમયે જ પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને ત્રણેવને ઝડપી લીધા હતા.પૂછપરછ દરમિયાન ચાલક અને અન્યોએ આ જથ્થો ચોરીને ઓછા ભાવે વેચી દેવાતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ મામલામાં ચાલક શનિયા રાઠવા (રહે બાકરોલ), જીગ્નેશ રમેશભાઈ પરમાર (રહે.આણંદ) અને સુનીલકુમાર રાઠોડ (રહે. નંદેસરી)ની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ચોરી કરેલા પેટ્રોલ ડીઝલનો જથ્થો, મારુતિ કાર, ટેન્કર, મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂા.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News