વડોદરા:હરણીતળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ,12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના થયા હતા મોત..!

દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરી છે.

Update: 2024-01-23 07:15 GMT

વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરી છે.

મોરબી ઝુલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોની જાહેર હિતની અરજી બાદ વડોદરા દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરી છે. વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવારો એકત્રિત થઈને પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે ભારે વળતર ચૂકવવા સ્કૂલના જવાબદાર, VMC કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને આચાર્ય સામે પગલાં લેવા માગ કરાઇ છે.VMC અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની રજૂઆત કરાઈ છે. પેડલ બોટની પરવાનગીમાં આરોપીઓ એન્જિન બોટ ચલાવતા હતા.VMCની બેદરકારીની રજૂઆત કરાઇ છે.સુપ્રીમ કોર્ટમાં VMCના કમિશનર વિનોદ રાવે નોટરાઈઝ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. કલેક્ટરે NOC કેવી રીતે આપી તે સવાલ છે. અધિકારીઓની બેદરકારીથી માનવસર્જિત દુર્ઘટના સર્જાઈ છે. જાહેર હિતની અરજી અને રીટ પિટિશન બંને મુદ્દે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Tags:    

Similar News