વડોદરા : પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ, સમાજના આગેવાનોનું કલેક્ટર કચેરીએ આવેદન

પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે

Update: 2024-04-02 09:06 GMT

પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા ખાતે ક્ષત્રિય સમાજ સહિતના વિવિધ સંગઠનોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ક્ષત્રિયનું સ્વાભીમાન જ એના પ્રાણ હોય છે. આવા ખુમારીવાળા સમાજની ગરીમાને છાંટા ઉડે એવી સાવ વાહીયાત વાત પુરષોતમ રુપાલા દ્વારા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં આવ્યો છે, ત્યારે વડોદરા ખાતે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, શ્રી રાજપૂત કરણી સેના, શ્રી મહાકાલ સેના, ઉત્તર ભારત રાજપૂત એસોસિએશન, રાજસ્થાન રાજપૂત એસોસિએશન અને શ્રી કાઠી સમાજ વડોદરા દ્વારા વડોદરા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજે ઉગ્ર માંગ ઉઠાવી હતી.

Tags:    

Similar News