વડોદરા: પોલીસથી બચવા બુટલેગરે ડી.જે.ના બોક્સમાં છુપાવ્યો વિદેશી દારૂ, ભોંયરૂ પણ મળી આવ્યું

ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

Update: 2024-03-09 07:27 GMT

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

વડોદરા પીસીબીની ટીમો દારૂબંધીનું સખતાઇ પુર્વક અમલવારી કરવા માટે કટિબદ્ધ રહે છે. તાજેતરમાં પીસીબીના એએસઆઇને બાતમી મળી હતી કે, ફતેગંજ વિસ્તારના કમાટીપુરામાં રહેતો પિન્ટુ ગવલી ડિજે તરીકે પણ કામ કરી રહ્યો છે. સાથે જ તે દારૂનો ધંધો કરે છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ઉર્મી એપાર્ટમેન્ટમાં આવેલા એક મકાનમાં રેડ કરી હતી. દરમિયાન ડીજેના ધંધાની આડમાં ઇંગ્લીશ દારૂનો વેપલો મળી આવ્યો હતો. પીસીબીની ટીમને ઘરના બેઠકરૂમમાં બનાવેલી દિવાલમાં ચણતર કરી બનાવેલા ચોરખાના અને ડિજેના નાના-મોટા સ્પીકરોના બોક્સમાં છુપાવેલો જૂદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રદિપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઇ ગવલી (કહાર) સામે ફતેગંજ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags:    

Similar News