વડોદરા: શિક્ષણ સમિતિના અધ્યક્ષે 2 મંત્રીઓને નજર અંદાજ કરી શિક્ષણ મંત્રીને સીધી રજૂઆત કરતા વિવાદ

શિક્ષણ સમિતિના અધ્યક્ષની સીધી શિક્ષણ મંત્રીને રજૂઆત ધોરણ 09 અને 10 શરૂ કરવા ગાંધીનગર જઇ રજૂઆત કરતા વિવાદ

Update: 2022-05-07 07:40 GMT

વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના ધોરણ આઠમાંથી પાસ થઈ ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. તે બાબતને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખએ શિક્ષણ સમિતિમાં એક બેઠક યોજી હતી.આ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે શિક્ષણ મંત્રીને લેખિતમાં ધોરણ 09 અને 10 શરૂ કરવા ગાંધીનગર જઇ રજૂઆત કરતા વિવાદ સર્જાયો છે.

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે તાજેતરમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ચેરમેન અને ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં સમિતિની શાળાઓના ધોરણ 07 માંથી ઉત્તીર્ણ થઈ ધોરણ-8 ના આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રવેશસંબંધી સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિમાં ધોરણ 8 ના 40 હજાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ધોરણ 9 માં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિના કારણે એડમિશન લેતા નથી. તો ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી. જેથી ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર મય બની જાય છે.

આ બાબતને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખે શિક્ષણ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ત્યાર બાદ ગઈકાલે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શિક્ષણ મંત્રીના કાર્યાલય ખાતે લેખિતમાં અરજી લઈને રજૂઆત કરી હતી.હાલમાં મંત્રીમંડળમાં વડોદરાના કેબિનેટ અને રાજ્યકક્ષાના બે મંત્રીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓની થકી વડોદરાની રજૂઆત કરવાને બદલે મંત્રીની બાદબાકી કરી દઈ શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ દ્વારા સીધી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News