વડોદરા : ખાસવાડી સ્મશાનમાંથી મૃત બાળકને ખેંચી જતાં શ્વાન, જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ…

કારેલીબાગ-ખાસવાડી સ્મશાનના ખાડામાંથી નવજાત શિશુના મૃતદેહને ખેંચીને લઈ જતા રખડતાં શ્વાનના દ્રશ્યોએ અરેરાટી ઉપજાવી હતી

Update: 2023-11-29 12:13 GMT

વડોદરા શહેરના કારેલીબાગ-ખાસવાડી સ્મશાનના ખાડામાંથી નવજાત શિશુના મૃતદેહને ખેંચીને લઈ જતા રખડતાં શ્વાનના દ્રશ્યોએ અરેરાટી ઉપજાવી હતી, ત્યારે આ ગંભીર ઘટના બાદ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પરના ખાસવાડી સ્મશાનગૃહના નવીનીકરણની કામગીરી હવે શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે કુલ 4 ચિતાઓની સુવિધા હાલમાં રાખવામાં આવી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતાં શ્વાનોની સ્થિતિ બતથી બત્તર થઈ છે. તેવામાં ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાત શિશુના મૃતદેહને કેટલાક રખડતાં શ્વાન ખેચીને લઈ જતાં હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. નવજાત બાળકો અને બિનવારસી મૃતદેહોને ચીંથી નાખ્યાની ઘટના અરેરાટી ઉપજાવે તેવી છે. તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી તેમજ ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે કમિશનરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ સ્મશાનોની સુરક્ષા સુદ્રઢ રીતે જળવાશે તેવી બાંહેધરી આપી હતી.

Tags:    

Similar News