વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ 5ના લાભાર્થીઓ ગુજરાત હાઉસીંગ બોર્ડ ની બેદરકારી મામલે લાભાર્થીઓ રજૂઆત કરવા આવી પહોચ્યા હતા. આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ના આપતા લાભાર્થીઓઓ લાભથી વંચિત રહ્યા છે તેવા આક્ષેપો સાથે તમામ લાભાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસીંગ બોર્ડ આવી પહોંચ્યા હતા.2022માં મકાનની સોંપણી કરવાની હતી તેમ છતાં મકાનો સોપાયા નથી સાથો સાથ લોનના હપ્તા ચાલુ થઈ ગયા છતાં લાભાર્થીઓને મકાનો મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.