વડોદરા: કોર્પોરેશનના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, સાંજે 4 કલાક બાદ કામગીરી કરવા અનુરોધ

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણે કહેર વરસાવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

Update: 2022-05-09 09:20 GMT

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સૂર્યનારાયણે કહેર વરસાવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ દરમિયાન કર્મચારીઓના હિત માટે પરિપત્ર જારી કર્યો છે.

વડોદરા શહેરમાં ગરમીનો મહત્તમ પારો 43.06 સુધી પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારબાદ સતત ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. આજે સોમવારે પણ ગરમીનો પારો 40 ડિગ્રી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કર્મચારીઓના હિત માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત પરિપત્ર થકી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રેડ એલર્ટ થાય તો રસ્તા પર કામ કરતા સફાઈ સહિતના કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે બપોરે ચાર વાગ્યા પછી કામ કરવા અનુરોધ કર્યો છે. અને 46 ડિગ્રી ઉપર ગરમીનો પારો પહોંચે તો બપોર બાદ કામગીરી સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags:    

Similar News