વડોદરા: MS યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો મામલો ગરમાયો, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

યુવક અને યુવતિ દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે

Update: 2022-12-26 12:56 GMT

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવા મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો ત્યારે એક પછી એક વિડીયો બહાર આવતા હિન્દુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની નજીક જ એક યુવક અને યુવતિ દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વીએચપી દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જોકે બીજી તરફ રવિવારની રજાના મૂડમાં હોય તે પ્રકારે બીજા દિવસે ઘટનાની કોઇ ગંભીરતા ના હોય તે પ્રકારે યુનિવર્સિટી સત્તાધીશો સોમવારે તપાસ કરાશે તેવો સૂર વ્યકત કર્યો છે. જે લોકો નમાઝ પઢી રહ્યા હતા તે યુનિવર્સિટી બહારના હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં મુખ્ય પ્રવેશવાના એક પણ ગેટ પર સીસીટીવી કેમેરાન લદાવવામાં આવેલા નથી.

જેથી નમાઝ પઢનાર વ્યકતિ કયાંથી પ્રવેશ કર્યો તે વિશે કોઇ જાણકારી મળવી મુશ્કેલ છે. યુનિવર્સિટીના સીકયોરીટી જવાનોના મતે શનિવારે આ ઘટના બની ત્યારે એસવાય બીકોમની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીના કારણે ભારે ભીડ હતી. ઘણાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ આવી રહ્યા છે. કોઇ વિદ્યાર્થીના વાલી પણ હોય શકે છે તેવી શકયતાઓ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયોથી વિવાદ વકર્યો છે. કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીએ આજે કેમ્પસમાં જ નમાઝ પઢી હતી, જેને લઈને હોબાળો મચી ગયો છે. ઘટનાને પગલે યુનિવર્સિટીનો વિજિલન્સનો સ્ટાફ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટના કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ હાયર પેમેન્ટ યુનિટની પાછળના ભાગે બની હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ યુનિટ બિલ્ડિંગ પાસે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ પાસે યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવી હતી.

Tags:    

Similar News