વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે

Update: 2024-04-14 09:34 GMT

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં કરણી સેના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા ખાતેથી 7 લક્ઝરી બસ ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટના રતનપર ખાતે મહા સંમેલનમાં જોડાવા રવાના થયા હતા.

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે, અને રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે વડોદરા ખાતેથી 7 જેટલી લક્ઝરી બસ ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો મહા સંમેલનમાં જોડાવા માટે રાજકોટ જવા રવાના થયા હતા, ત્યારે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં યોજનાર ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર શહેર જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જોડાવાના છે. તા. 14મી એપ્રિલના રોજ સને 5 કલાકે ક્ષત્રિય મહા સંમેલનનું આયોજન રાજકોટ ખાતે થવાનું છે, ત્યારે કરણી સેના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા ખાતેથી 7 જેટલી લક્ઝરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો આ મહા સંમેલનમાં જોડાવા રાજકોટ જવા રવાના થયા છે.

Tags:    

Similar News