વડોદરા : મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ-રિવાઈઝડ બજેટ રજૂ કર્યું, નવા 9 બ્રિજ સહિતના વિકાસ કામોનો સમાવેશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂ કર્યું હતું.

Update: 2024-01-29 09:05 GMT

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂ કર્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂ. 5523.67 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 24-25 નું રૂ. 5523.67 કરોડનું ડ્રાફ્ટ અંદાજ પત્ર અને વર્ષ 23-24નું રીવાઈઝડ અંદાજપત્ર વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું. સ્થાયી સમિતિમાં કરદર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યુ નથી. પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂ. 5523.67 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં રૂપિયા 1,650 કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે. આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ-વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે. વડોદરા શહેરની સમૃદ્ધિ, સંસ્કૃતિ અને સ્થાપત્યના સંરક્ષણ માટે સ્માર્ટ સિટી વડોદરાનું આયોજન કરાયું છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોરેશન દ્વારા કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી જેથી આ બજેટને ચૂંટણીલક્ષી પણ ગણવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News