વડોદરા : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, જાપ્તામાં ચુક કે પછી કાવતરૂ ?

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે

Update: 2022-01-17 07:50 GMT

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે. આરોપી ખરેખર પોલીસને ચકમો આપીને ભાગ્યો છે કે પછી ભાગવા પાછળ કાવતરૂ છે તેની તપાસ શરૂ કરાય છે..

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલેની મુલાકાત વેળા જ મુખ્યમાર્ગ પર દારૂની રેલમછેલની ઘટના બાદ વડોદરાની પોલીસની આબરૂનું ધોવાણ કરતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ દોડતી થઇ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા દીવાના ટેકરી ફળિયામાં રહેતા અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. હત્યા કેસમાં જેલમાં રહેલાં માઇકલની તબિયત લથડતાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગત રાત્રિના સમયે માઇકલ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. હત્યાનો આરોપી ભાગી ગયો હોવાની જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. બનાવ અંગે રાવપુરા તથા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરાય છે. ફરાર થઇ ગયેલાં આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આરોપી ખરેખર પોલીસને ચકમો આપીને ભાગ્યો છે કે પછી ભાગવા પાછળ કાવતરૂ છે તેની તપાસ શરૂ કરાય છે..

Tags:    

Similar News