વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર વિશાળકાય મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, ભારે જહેમતે કરાયો મગરને રેસક્યું...

વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

Update: 2023-12-09 10:17 GMT

વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે નજીક ખાડામાં વિશાળકાય મગર દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઇવે પર નર્સરીની સામે આવેલ પાણી ભરેલા ખાડામાં વિશાળકાય મગર હોવાની લોકોને જાણ થઈ હતી. જોકે, રહેણાંક વિસ્તાર નજીક મહાકાય મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનોએ બનાવની જાણ પ્રાણી જીવ રક્ષક સંસ્થાને કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગની ટીમને સાથે રાખી જીવદયા પ્રેમીઓએ મહાકાય મગરનું દિલધડક રેસક્યું કર્યું હતું. જેમાં ભારે જહેમત સાથે વિશાળકાય મગરને રેસક્યું કરવામાં આવતા પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગને પરસેવો પડ્યો હતો. જોકે, વિશાળકાય મગર સહી સલામત રીતે પકડાય જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News