વડોદરા : સ્પોર્ટ્સ સંકુલ દ્વારા એકાએક ફીમાં વધારો કરાતા રમત પ્રેમીઓમાં નારાજગી..

Update: 2022-05-14 13:10 GMT

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ સ્પોર્ટ્સ સંકુલ દ્વારા ફીમાં વધારો કરાતા રમત પ્રેમીઓએ નારાજગી દર્શાવી હતી.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે રમત અંગેની ચાલતી પ્રવૃત્તિઓની ફીમાં એકાએક વધારો કરાતા રમત પ્રેમીઓએ નારાજગી દર્શાવી હતી. રમતપ્રેમીઓ કે, જેઓ રોજે વિવિધ રમતો આ સ્પોર્ટ્સ સંકુલમાં રમીને પોતાના શરીરને તંદુરસ્ત રાખે છે, ત્યારે સંકુલના સીનીયર કોચ અને સરકાર નિયુક્ત વ્યવસ્થાપક જયેશ ભાલાવાલાને ફી વધારા અંગે રજૂઆત કરી હતી. જેમાં નજીવી ફી વધારો આવકારી શકાય, પરંતુ ૭૫૦ રૂપિયાની સીધી ૨ હજાર રૂપિયા ફી કરી દેવામાં આવી છે, તે પોસાય નહીં તેવી રજૂઆત કરી હતી.

તો બીજી તરફ સીનીયર કોચ જયેશ ભાલાવાલાએ જણાવ્યું હતું કે, આ ભાવ વધારો સમગ્ર ગુજરાતભરની સ્પોર્ટ્સ સંકુલમાં થયો છે, અને તેનો નિર્ણય સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે રમતપ્રેમીઓની રજૂઆત ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપીશું તેમ જણાવ્યું હતું. ઉપરાંત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નેશનલ લેવલે રમત રમેલા રમતવીરોને વિનામૂલ્યે કોચીંગ આપવામાં આવે છે તેવું પણ વધુમાં ઉમેર્યું હતું.

Tags:    

Similar News