વડોદરા: કરજણના માંગલેજ ગામ વાહન ચાલકને આંતરી રૂ. 26 હજારની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ

ફરીયાદી સાથે ઝપાઝપી કરી રૂપિયા ૨૬,૨૫૦ના માલમત્તાની લુટ કરી ફરાર થઈ ગયા હતા. કરજણ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Update: 2022-04-21 10:10 GMT

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર લૂંટની ઘટના સામે આવી છે. ગત તારીખ ૧૬ એપ્રિલના રોજ ના રોજ એક કુરિયર મેન મનજી ખટોણા કુદરતી હાજતે જવા પોતાની ગાડી સાઇડ પર કરી ઉતર્યા ત્યારે ત્રણ અજાણી વ્યક્તિઓએ ગાડી ચાલકને ધમકાવી રૂપિયા ૨૬ હજાર ઉપરાંતની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા..

વડોદરા અકોટા વિસ્તારમાં આવેલ મોમાઈ ક્રુપા કુરીયરની ઓફીસથી બોલેરો પીકપ ગાડી નં . GJ 06 AX 5311 મા કુરીયર ભરીને ગત ૧૬ મી એપ્રીલ રાત્રીના સુરતમાં ઉધના કેનાલ રોડ ઉપર આવેલ મોમાઈ કૃપા કુરીયરની ઓફીસે જવા મનજીભાઈ નીકળ્યા હતા. તે સમયે રાત્રીના આશરે ૦૨/૦૦ વાગ્યાના સુમારે હાઇવે પર આવેલ માંગલેજ ગામ પાસે સનસાઈન હોટલની સામે તેઓ લઘુશંકા માટે પીકપ ગાડી ઉભી રાખેલ અને ગાડીમાંથી નીચે ઉતરેલ તે સમયે થોડે દુર એક રોડની સાઈડમાં ઓઢણી ઓઢી એક સ્ત્રી બેટરી મારી ઈસારો કરતી હતી. જેથી કેમ બેટરી મારે છે તે જોવા માટે તેઓ ત્યાં જતા રોડની બાજુમા આવેલ ગટરમાંથી બીજા ત્રણ માણસો દોડીને રોડ ઉપર આવેલ અને ફરીયાદી સાથે ઝપાઝપી કરી રૂપિયા ૨૬,૨૫૦ના માલમત્તાની લુટ કરી ફરાર થઈ ગયા હતા. કરજણ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Tags:    

Similar News