વડોદરા : ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓની તોડફોડથી સન્નાટો..!

રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.

Update: 2023-03-30 12:53 GMT

વડોદરામાં રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો થતા દોડધામ મચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે પોલીસના ધાડેધાદા ઉતરી આવ્યા હતા.

Full View

વડોદરામાં રામનવમીના દિવસે જ કોમી ભડકો થતાં બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો શરૂ થતા દોડધામ મચી હતી. જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ, રામનવમીની પૂર્વ રાત્રિએ પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોમી છમકલું થતાં પોલીસની કામગીરી સામે પણ લોકોએ સવાલ ઊભા કર્યા હતા.

જોકે, રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસ કાફલો ઉતરી આવ્યો હતો. અને ગણતરીની મિનીટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થીતી ઉપર કાબુ મેળવી લીધો હતો. રોડ ઉપર ઉંધી પાડી દેવામાં આવેલી લારીઓ પણ પોલીસે સીધી કરી હતી. આ સાથે જ પોલીસે સંવેદનશિલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

Tags:    

Similar News