વડોદરા : પેપર લીક થવાની ઘટનાઓ બાદ છાત્રો થયા છે હતાશ, જુઓ વિદ્યાર્થીઓની વ્યથા

રાજયમાં હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાનો વિવાદ ચાલી રહયો છે ત્યારે અમે પેપર લીક કાંડ બાદ પરીક્ષાર્થીઓની કેવી હાલત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

Update: 2022-01-04 11:56 GMT

રાજયમાં હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાનો વિવાદ ચાલી રહયો છે ત્યારે અમે પેપર લીક કાંડ બાદ પરીક્ષાર્થીઓની કેવી હાલત છે તે જાણવાનો પ્રયાસ કર્યો...

તાજેતરમાં રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 88 હજાર જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પેપર ફુટી ગયું હોવાનો પર્દાફાશ થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. રાજયમાં લેવાતી ભરતી માટેની પરીક્ષાઓના પેપર લીક થઇ જતાં હોવાથી પરીક્ષાર્થીઓમાં ભય ફેલાયો છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ હાલ ઘણા સેન્ટરો પર ઓનલાઈન સરકારી, અર્ધ સરકારી અને કેરિયર ઓરીએન્ટેડ પરીક્ષાઓ લેવાય છે ત્યારે વિદ્યાથીએ પેપર લીક થવાના મામલે. પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News