વડોદરા : આ’ખરે ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ “વ્હાઇટ હાઉસ”ને જમીનદોસ્ત કરાયું...

વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

Update: 2023-02-15 11:51 GMT

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, બપોર બાદ સ્ટે હટી જતાં ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ડી માર્ટ પાછળ રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી "વ્હાઇટ હાઉસ" નામથી જાણીતા વિશાળ બંગલોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, વ્હાઇટ કાઉસની કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્ટે આપતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ કહ્યું હતું કે, આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોવાથી રક્ષણ આપી શકાય તેમ નથી. જેથી કોર્ટે અરજી ટાળી નાખી હતી. જેમાં બપોર બાદ સ્ટે હટી જતાં ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. રૂ. 100 કરોડની સરકારી જમીન ખાલી કરાવવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Tags:    

Similar News