વડોદરા: કોર્પોરેશનની છાણી પ્રવેશ દ્વાર પાસેની ખાણીપીણીની 10 દુકાનો ખરીદવા કોઈ ટીયયાર નથી,વાંચો શું છે કારણ

કોર્પોરેશને હવે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખથી ઘટાડી 84 હજાર રાખી ચોથી વખત હરાજી પ્રક્રિયા હાથ ધરી છે.

Update: 2022-06-05 12:26 GMT

વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી પ્રવેશ દ્વાર પાસે ખાણીપીણીની 10 દુકાનોની અગાઉ ત્રણ વખત હરાજી થવા છતાં કોઇ વેપારીએ રસ ન દાખવતા કોર્પોરેશને હવે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખથી ઘટાડી 84 હજાર રાખી ચોથી વખત હરાજી પ્રક્રિયા હાથ ધરી છે.

Full View


વડોદરા કોર્પોરેશનએ છાણી પ્રવેશ દ્વાર પાસે ખાણીપીણી માટે 10 દુકાનો બનાવી છે. સ્થાયી સમિતિ મારફત સમગ્ર સભાની મંજૂરી મેળવી મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખ નક્કી થઈ હતી. જોકે આ બાબતે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ત્રણ વખત હરાજી યોજાઇ હતી. પરંતુ કોઈ પ્રતિસાદ ન સાંપડતા મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 1.20 લાખથી ઘટાડી 84 હજાર રાખવાનો નિર્ણય લીધો હતો.

કારણકે દુકાનો ખાલી પડી રહેતા હવે કોર્પોરેશનને મેન્ટેનન્સનો ખર્ચ ભોગવવાની ભીતિ સતાવી રહી છે. કેટલાક અરજદારોએ 5 હજાર ભાડેથી દુકાનની માગણી કરી છે. પરંતુ જગ્યાની દ્રષ્ટિએ 7 હજાર ભાડું હિતાવહ છે. આમ ત્રણ વર્ષની મુદત માટે વાર્ષિક ભાડા પેટે દુકાનો ફાળવવા રકમ ઘટાડ્યા બાદ ફરી હરાજી યોજાશે. આ અંગે કોંગ્રેસના છાણી વિસ્તારના કોર્પોરેટર હરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, 50 ટકા અખાડાની જમીન આપ્યા વગર કોર્પોરેશન હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરી રહ્યું છે જે ખરેખર દુઃખદ બાબત છે.

Tags:    

Similar News