વડોદરા: રૂપિયા 6 લાખની લેતીદેતીમાં યુવાનની ગોળી મારી હત્યા,પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

પૈસા પરત આપતો ન હોવાથી તેણે પોતાના સાગરીત આકાશ સાથે મળી બે રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પર્દાફશ થયો

Update: 2023-02-12 09:26 GMT

વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામની સીમમાં ફાયરિંગ કરી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામની સીમમાં ફાયરિંગ કરી વિશ્વનાથ નામના યુવકની હત્યાના કેસમાં પોલીસે આરોપી શિવલિંગ મેવા રાણા અને આકાશ સુરેન્દ્ર કિરાડની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં હત્યારા શિવસિંગે વિશ્વનાથને બે વર્ષ પહેલાં રૂપિયા 6 લાખ આપ્યા હતા.

જે રકમ પરત આપતો ન હોવાથી તેણે પોતાના સાગરીત આકાશ સાથે મળી બે રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પર્દાફશ થયો છે.તા. 4 ફેબ્રુઆરીના રોજ સાવલી તાલુકાના મંજુસર ખાતે આવેલી ક્રિષ્ણા હોટલમાં નોકરી કરતા વિશ્વનાથ અમરસીંગ ગુર્જવારની મંજુસર-આસોજ રોડ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી.

યુ.પી.ના શિવસીંગ મેવારામ રાણા અને મધ્યપ્રદેશના આકાશ સુરેન્દ્ર કિરડાની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. મૃતક વિશ્વજીત અમરસિંહ ગુજવર મોટરસાયકલ લઈને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવવા નીકળ્યો હતો અને બે બાઈક સવારોએ વિશ્વનાથને દોડાવીને બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. પોલીસ શિવસિંગ મેવા રામને શકમંદ તરીકે જોઈ રહી હતી.

વિશ્વનાથસીંગ અને શીવસિંગ વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાણાની તકરાર ચાલતી હતી. શિવસીંગે વિશ્વનાથસિંગને આપેલા છ લાખ તે છેલ્લા બે વર્ષથી પરત આપતો નહતો તેથી શીવસિંગે મધ્યપ્રદેશના આકાશ સુરેન્દ્ર કિરાડ સાથે મળી મધ્યપ્રદેશથી દેશી હાથ બનાવટનો તમંચો લાવી વિશ્વનાથસિંગને મારી નાંખવા રેકી કરી હતી.વિશ્વનાથસીંગ નિયમિત ક્રિષ્ણા રેસ્ટોરન્ટ પર જમવાનું બનાવી પરત વડોદરા જતો હોય આસોજ ગામની સીમમાં તેના ઉપર ગોળીબાર કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી. મંજુસર પોલીસે હત્યારાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Tags:    

Similar News