વલસાડ : ખડકી ગામે દીપડાને પકડવા મુકાયું હતું પાંજરું, જુઓ એક સાથે કેટલા દીપડા પાંજરે પુરાયા..!

Update: 2021-01-23 09:53 GMT

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે આવેલ ભંડારવાડમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું, ત્યારે આ પાંજરામાં એક નહીં પણ એકસાથે બે દીપડા પુરાઈ ગયા હતા. જોકે વન વિભાગ દ્વારા બન્ને દીપડાઓને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

વલસાડના પારડી તાલુકામાં જવલ્લેજ જોવા મળતી એક ઘટના સામે આવી છે. જેમાં ખડકી ગામે આવેલ ભંડારવાડમાં થોડા દિવસ અગાઉ ખૂંખાર દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું, ત્યારે છેલ્લા ઘણા દિવસથી દીપડાના આંટાફેરાના પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જોકે ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગ દ્વારા ખડકી ગામના ભંડારવાડ વિસ્તારને કોર્ડન કરી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું.

એટલું જ નહીં આસપાસના વિસ્તારને સીસીટીવી કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યો હતો, ત્યારે ગત ગુરુવારના રોજ સાંજે 7.30 કલાકના અરસામાં એક નહીં પરંતુ 2 દીપડા પાંજરામાં મુકેલ મારણને ખાવા આવ્યા હતા. જોકે પાંજરામાં બન્ને દીપડા એક સાથે જ પુરાઈ જતાં વન વિભાગને મોટી સફળતા મળી છે, ત્યારે સમગ્ર વલસાડ જીલ્લામાં એક સાથે 2 જેટલા દીપડા પાંજરે પુરાયા હોવાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે ખૂંખાર દીપડા પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા બન્ને દીપડાઓને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News