પશ્ચિમ બંગાળ ચૂંટણી: કોંગ્રેસે 30 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી

Update: 2021-03-12 12:31 GMT

કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં કોંગ્રેસના અંતરીમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંઘ ઉપરાંત પક્ષના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સચિન પાયલોટ, નવજોતસિંહ સિદ્ધુ, અભિજિત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન, અશોક ગેહલોત, કેપ્ટન અમરિન્દર સિંઘ, ભૂપેશ બધેલ જેવા મોટા નામ શામેલ છે. જો કે આ વખતે કોંગ્રેસના કોઈ પણ મોટા રાષ્ટ્રીય નેતાએ હજુ સુધી બંગાળમાં ચૂંટણી પ્રચાર નથી કર્યો.

અહીં, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, કપિલ સિબ્બલ જેવા અસંતુષ્ટ નેતાઓ બંગાળની ચૂંટણીના પહેલા તબક્કાના કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની સૂચિમાં નથી. જ્યારે G23ના અખિલેશ સિંહને સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગ, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંઘ, ભુપેશ બઘેલ, કમલનાથ, અધિર રંજન ચૌધરી, બી.કે. હરિપ્રસાદ, સલમાન ખુર્શીદ, સચિન પાયલોટ, રણદિપસિંહ સુરજેવાલા, જિતિન પ્રસાદ, અપિનસિંઘ, નવજોતસિંહ સિદ્ધુ, અબ્દુલ મનન, પ્રદીપ ભટ્ટાચાર્ય, દીપા દસમુનસી, એએચ ખાન ચૌધરી, અભિજિત મુખરજી, દિપેન્દર હૂડા, અખિલેશ પ્રસાદસિંહ, રામેશ્વર ઓરમ, આલમગીર આલમઘર , અઝહરુદ્દીન, જયવીર શેરગિલ, પવન ખેડા અને બી.પી. સિંહને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - નવસારી : કોન બનેગા કરોડપતિના નામે આવ્યો ફોન, એવું તો શું થયું કે યુવાનને કરવો પડયો આપઘાત

Tags:    

Similar News