અટકવાના મૂડમાં નથી હવે ઇઝરાયેલ, હમાસને આપી નવેસરથી ચેતવણી, કહ્યું, પૂરી તાકાતથી કચડી નાખીશું......

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે.

Update: 2023-11-12 08:58 GMT


Full View

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ગાઝામાં સત્તાધારી હમાસના આતંકવાદીઓને કચડી નાખવા ઇઝરાયેલની સેના "પૂરી તાકાત" સાથે લડશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, યુદ્ધવિરામની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, હમાસને પુરી તાકાતની સાથે કચડી નાખવા માટે ઇઝરાયેલ લડવાનું ચાલુ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓ પાસેથી તમામ 239 બંધકોને મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં નાગરિકોને થતા જાનમાલ સહીતના કોઈપણ નુકસાન માટે હમાસ જ જવાબદાર છે.


Tags:    

Similar News