રશિયાઃ પુતિનના નજીકના નેતા મેદવેદેવે ICCને આપી ધમકી, કહ્યું- આકાશ પર નજર રાખો, મિસાઈલ હુમલો પણ થઈ શકે છે..!

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે.

Update: 2023-03-21 10:24 GMT

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે. મેદવેદેવે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા બદલ ફોજદારી અદાલત ગંભીર પરિણામોનો સામનો કરશે. જણાવી દઈએ કે યુક્રેનમાં યુદ્ધના કારણે મોટી સંખ્યામાં બાળકોના પલાયન માટે ICCએ પુતિનને જવાબદાર ઠેરવ્યા છે.

રશિયન મીડિયા અનુસાર, દિમિત્રી મેદવેદેવે ટેલિગ્રામ પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતે પરમાણુ સંચાલિત શક્તિના રાષ્ટ્રપતિ પર ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે અમે તેનો ભાગ પણ નથી. મેદવેદેવે કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ન્યાયાધીશોએ મોટી પરમાણુ શક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ નહીં. બધા માણસો ભગવાન અને મિસાઇલો માટે જવાબદાર છે. એ પણ સંભવ છે કે ઉત્તર સમુદ્રમાંથી હાયપરસોનિક રશિયન મિસાઈલ હેગમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પડી શકે છે. મેદવેદેવે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ન્યાયાધીશોને આકાશ પર નજર રાખવાની સલાહ આપી છે.

Tags:    

Similar News