અંકલેશ્વરમાં ત્રિદિવસીય AIA ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનો પ્રારંભ

Update: 2018-01-09 07:41 GMT

અંકલેશ્વર જીઆઈડીસીનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો - 2018નું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદ્દઘાટન તારીખ 9મી જાન્યુઆરી મંગળવારનાં રોજ સવારે 10 કલાકે રાજ્ય સરકારનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સહયોગી સંસ્થાઓનાં સહયોગથી આયોજીત સાતમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનાં ઉદ્દઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત ગેસ લી. અંકલેશ્વરનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતિન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આ એક્સ્પોમાં સરકારી ક્ષેત્રની MSME, NSIC, ઇન્ડિયન રેલવે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમીક એનર્જી સહિત ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એગ્રિકલચર, પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ એન્જીનિયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટ્સ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિકસ ઓટોમેશન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટસ, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનાં ઉદ્યોગોએ ભાગ લીધો છે.

વધુમાં ઉદ્દઘાટન પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, ઉપપ્રમુખ ઇકબાલ નાથાણી, સેક્રેટરી જયેશ પટેલ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં પ્રમુખ બી.એસ.પટેલ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ પ્રબોધ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટીનાં ચેરમેન હિંમત શેલડીયા, લઘુ ઉદ્યોગ ભારતીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, AIA એક્સ્પોનાં પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયા સહિત ઉદ્યોગ સાહસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય સરકારનાં સહકાર તેમજ રમત ગમત તથા વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે પહેલા ટેક્નોલોજીનાં અભાવે ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયાનો ખર્ચ વધુ થતો હતો, જોકે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો થકી નવી નવી ટેક્નોલોજીનું નિર્માણ થવાનાં કારણે ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે, અને ઉત્પાદન ખર્ચ પણ ઘટવાની સાથે ટેક્નોલોજીની મદદ થી ઉદ્યોગનો વિકાસ પણ વધ્યો છે, અને આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ એક્સ્પોમાં સાથ સહકાર આપનાર તમામ સંસ્થાઓ અને ઉદ્યોગોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News