ઝેન સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજી, ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી, જેનિફર વિંગેટ તથા ફેશન ડિઝાઈનર રોહિત વર્મા ઉપસ્થિત રહ્યા.
મા માતારાણી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝેન સ્કૂલનો પ્રારંભ ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઝેન સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજી, ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી, જેનિફર વિંગેટ તથા ફેશન ડિઝાઈનર રોહિત વર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સહિત જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સ્કૂલના શુભારંભ પ્રસંગે કથાકાર દેવી ચિત્રલેખાજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળકોનું ભવિષ્ય લહેરાય સંપૂર્ણ વિશ્વમાં સ્કૂલનું નામ રોશન થાય બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ આપ્યા હતા. આ પ્રસંગે જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ વાલી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.