સામગ્રી :-
- ૨૦૦ ગ્રામ પનીર
- ૨ બટાકા બાફેલા
- ૨ ચમચી આરાનો લોટ
- તેલ તળવા માટે
- ૧ લીલું મરચું
- ૧/૨ ટુકડો આદું
- મીઠું સ્વાદ અનુસાર
ચાટ બનાવવાની સામગ્રી :-
- ૩ કપ દહીં
- ૧ કપ લીલી ચટણી
- ૧ કપ ગળી ચટણી
- ૧ ચમચી લાલ મરચા પાવડર
- ૨ ચમચી જીરું
- ૨ ચમચી કાળા મરી પાવડર
બનાવવાની રીત :-
- એક બાઉલમાં પનીર ક્રશ કરી અને તેમાં બાફેલા બટાકા મિક્સ કરો.
- તેમાં આરાનો લોટ, મીઠું, આદું.લીલા મરચા અને તમામ મસાલા એડ કરીને બરોબર મિક્સ કરો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો.પછી તેમાં પનીરના મિશ્રણમાંથી ગુલ્લા બનાવીને સહેજ ટીક્કી જેવા દબાવીને ગરમ તેલમાં બ્રાઉન કલરના તળી લો.
- હવે એક બાજુ દહીંનો મઠો બનાવી દો.
- ત્યાર બાદ તેને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દો, હવે એક સર્વિંગ પ્લેટ લો.
- તેમાં પનીરમાં બોલ મુકો ,તેની પર ઠંડુ દહીં એડ કરો.
- ત્યાર બાદ તેમાં કાળા મરીનો પાવડર જીરું, લાલ મરચું એડ કરો.
- પછી તેમાં મીઠી ચટણી અને લીલી ચટણી એડ કરો, તો તૈયાર છે પનીર દહીં વડા ચાટ.