પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારા મુદ્દે ભરૂચ કોંગ્રેસના ઉગ્ર દેખાવો

Update: 2018-05-24 06:44 GMT

આજે પેટ્રોલની કિંમત ૩૦ પૈસા અને ડીઝલની ૧૯ પૈસા વધી છે. જેના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત ડો. બાબા સાહેબ આંબેડકરના પુતળા નજીક સરકાર દ્વારા ઝિંકાતા પેટ્રોલ-ડિઝલ નો ભાવ વધારો તેમજ વધતી મોંધવારીના વિરોધ સાથે દેખાવો યોજયા હતા.

ભરૂચ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન અને બેનરો સાથે દેખાવો અને સુત્રોચ્ચારમાં કોંગ્રેસ પેમુખ રાજેન્દ્રસિંહ રણા, મહંમદ ફાંસીવાલા, સંદિપમાંગરોલા, અરવિંદ દોરાવાલા, શેરખાન પઠાણ, સમસાદઅલી સૈયેદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના શહેરોમાં પેટ્રોલની કિંમતો (કિંમતો પ્રતિલીટર)

દિલ્હી- 77.47 રૂ., કોલકત્તા-80.12, મુંબઇ -85.29, ચેન્નાઇ- 80.42, ફરીદાબાદ- 78.24, ગુડગાંવ -77.99, નોએડા- 78.12, ગાઝિયાબાદ- 78.00, લખનઉ- 78.06, બેંગ્લોર- 78.73, ભોપાલ- 83.08, પટણા- 82.94

 

Tags:    

Similar News