ભરૂચ : 200 જેટલી વિધવા બહેનોને સહાયપત્રોનું કરાયું વિતરણ

Update: 2020-09-19 11:21 GMT

ભરૂચ નગરપાલિકા અને મામલદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે 200 વિધવા મહિલા ઓને સહાય પત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો હતો.

ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો સ્વનિર્ભર બની શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જીવનસાથીના નિધન બાદ વિધવા બહેનો અનેક મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે. વિધવા બહેનોને જીવન નિર્વાહ ચલાવવામાં મદદ મળી રહે તે માટે રાજય સરકારે સહાયની જાહેરાત કરી છે. ભરૂચની 200 કરતાં વધારે વિધવા બહેનોને સહાયપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News