ભરૂચ : એસઓજીએ આંગડિયા દ્વારા મોકલવામાં આવતા બિન અધિકૃત નાણાંનો જથ્થો ઝડપી પાડ્યો

Update: 2019-06-26 16:16 GMT

આજરોજ ભરૂચ એસઓજીપોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચ મકતમપુર રોડ પર આવેલા કૃષિ યુનિવર્સિટીના માર્ગ ઉપરથી એક્ટિવા મોપેડ લઈને પસાર થતાં બે શખ્સોને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કિમંત રૂ. 20 લાખ 10 હજાર સહિત એક મોબાઈલ ઝડપી પાડ્યો હતો.

આ બનાવ બાબતે આરોપીયોની વધુ પૂછ પરછ કરતાં તેઓ પાસે બેન્ક સ્ટેટમેન્ટ કે અન્ય કોઈ પણ આધાર પૂરાવા ન જણાઈ આવતા તેમજ તેઓની અંગ ઝડતી કરાતા. તેઓ પાસે થી 50 હજાર રોકડા તેમજ અન્ય એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. એસઓજી પોલીસે બંને આરોપીઓ વિરુધ્ધ સીઆરપીસી કલમ 102 મુજબ 41(1)D મુજબનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News