ભરૂચ : રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેળવ્યા મેડલ

Update: 2019-05-13 09:40 GMT

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે. અમદાવાદમાં હાલમાં જ રમાયેલ કે.જી.પ્રભુ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પાર્થસિંહ રાજાવતે 0.177 એર પિસ્તોલ અન્ડર 12 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.

જ્યારે ખુશી ભરતભાઈ ચુડાસમાએ 0.177 એર રાઈફલમાં અન્ડર 19 માં સિલ્વર મેડલ મેળવેલ છે. ખુશી ચુડાસમાએ એક મહિનાના ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ટિસ કરી મેડલ પ્રાપ્ત કરે છે. જ્યારે અન્ડર 12 કેટેગરીમાં ઉત્કર્ષ રાજેશ પાંડે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.

ઉત્કર્ષ પાંડે છેલ્લા ત્રણ વર્ષથી રાઇફલ શૂટિંગ કરે છે અને જે નેશનલ પ્લેયર છે. આ ત્રણે શૂટરોએ આખા ગુજરાત રાજ્યની ડિસ્ટ્રિક્ટ લેવલની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવી, ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન નું નામ ઉજ્જવળ કરેલ છે. સંસ્થાના પ્રેસિડેન્ટ અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલ ના સહયોગથી અને માર્ગદર્શનથી રમતવીરોએ ખૂબ ઓછા ગાળાની મહેનતથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

Tags:    

Similar News