ભરૂચ : સમી સાંજે ઘેરાયા વાદળો, શીત લહેરો સાથે તુટી પડયો વરસાદ

Update: 2020-06-30 13:12 GMT

ભરૂચ જિલ્લામાં સંધ્યાકાળના સમયે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મુશળધાર વરસાદ તુટી પડયો હતો.

ભરૂચવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઉનાળાની કાળઝાળ ગરમીથી ઉકળાટ અને બફારો અનુભવ કરી રહ્યા હતા ત્યારે સંધ્યાકાળના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો તો વરસાદના આગમનના પગલે વીજ પુરવઠો પણ ખોરવાઇ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતીભરૂચના ઝાડેશ્વર ના તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરનારાઓ એ પણ વરસાદથી બચવા માટે સુરક્ષિત જગ્યા પકડવા મજબૂર બન્યા હતા સતત મૂશળધાર વરસાદ વરસતા ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ધોધમાર વરસાદ વરસતા ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતાં.

Tags:    

Similar News