વડોદરા : કોર્પોરેશનમાં સમાવેશ કરતાં સેવાસીના રહીશોએ કર્યા આંદોલનના મંડાણ

Update: 2020-06-28 08:34 GMT

વડોદરા મહાનગરપાલિકામાં આસપાસના સાત ગામોનો સમાવેશ કરવામાં આવતાંની સાથે સાતેય ગામોમાં વિરોધ વંટોળ શરૂ થઇ ગયો છે. સેવાસી ગામના લોકોએ રસ્તા પર ઉતરી આવી મહાનગરપાલિકા સત્તાધીશો વિરૂધ્ધ ભારે નારેબાજી કરી હતી. 

રાજય સરકારે તાજેતરમાં વડોદરા સહિતના મહાનગરોની હદનું વિસ્તરણ કરાયું છે. વડોદરા મહાનગરપાલિકામાં કરોડીયા, ઉંડેરા, ભાયલી, બિલ અને સેવાસી સહિતના સાત ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવતાંની સાથે ગામે ગામ વિરોધ જોવા મળી રહયો છે.  કરોડીયા, ઉંડેરા, ભાયલી અને બિલ બાદ હવે સેવાસી ગામના લોકોએ આંદોલનના મંડાણ કર્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને સેવાસી બચાવો, કોર્પોરેશન હટાવો સહિતના નારાઓ લગાવ્યાં હતાં. ગામલોકોએ કોર્પોરેશનના સત્તાધીશોના પુતળાનું દહન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આગામી દિવસોમાં રાજયમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે ગામલોકોનો વિરોધ સત્તાધારી ભાજપને ભારે પડે તો પણ નવાઇ નહી…..

Tags:    

Similar News