વડોદરાના NRI ની અમેરિકામાં ગોળી મારીને હત્યા

Update: 2018-06-10 12:46 GMT

વડોદરાના વાડી હનુમાન પોળના રહીશ હાલ અમેરિકામાં વેપાર કરતા હરિકૃષ્ણ હસમુખલાલ મિસ્ત્રી ઉર્ફે હેરીનું અજાણ્યા ઈસમો એ ગોળી મારીને હત્યા કરતા પરિવાર માં શોકનું મોજું ફરી વળ્યું છે.

51 વર્ષીય હેરી ઉર્ફે હરિપ્રસાદ છેલ્લા 20 વર્ષ થઈ અમેરિકા ના સ્થાયી થયેલા હતા અને પત્ની શીતલ, પુત્રી નેન્સી અને પુત્ર નયન સાથે એટલાન્ટા નજીક જ્યોર્જીયામા પેટ્રોલ પમ્પ અને સ્ટોર ચલાવતા હતા. શનિવારે હેરી બપોરે ખરીદી કરી ને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાર પાર્કિંગ માં અજાણ્યા શખ્સએ તેના પર ગોળીબાર કરતા હેરી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે હેરીના પરિવાર જનો ને તાત્કાલિક હેરી સાથે બનેલી ઘટના ની જાણ કરી હતી. અમેરિકન પોલીસે બનેલી ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને હેરી ઉર્ફે હરિપ્રસાદના વડોદરા રહેતા મોટાભાઈ નંદકીશોર મિસ્ત્રી ને જાણ કરી છે. બનાવ ની જાણ થતાં વદોડરા રહેતા હેરી ના પરિવારજનો પર દુઃખ ના ડુંગર તૂટી પડ્યા હતા અને શોક નું મોજું ફરી વળ્યું હતું.

હેરી ઉર્ફે હરિપ્રસાદ બે મહિના પહેલા જ વડોદરા આવી ને પરિવાર જનો ને મળીને પરત ગયા હતા. અને મોટા ભાઈને પગે લાગીને મોટાભાઈ નો આભાર માન્યો હતો કારણકે માત્ર 12 ધોરણ સુધી ભણેલા હેરી ની જિંદગી બનાવવા માટે મોટાભાઈ એ કષ્ટ ઉઠાવીને તેને વિદેશ મોકલવામાં તમામ પ્રકારની મદદ કરી હતી.

Tags:    

Similar News