વાગરા પોલીસે લાખોના કેબલ ચોરી ફરિયાદ નોંધ્યાના ગણત્રીના કલાકોમાં બેને કર્યા જેલ ભેગા

Update: 2019-02-08 07:38 GMT

વાગરા પોલીસ મથકે ગ્રાસીમ કંપનીમાંથી લાખોના કેબલ ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી. પોસઈ જે કે ડાંગરે પોતાની ટીમનાપો.કો.સેતાનસિંહ,ભોપાભાઈ તેમજ નરેન્દ્રભાઈ ઉપરાંત ક્રિપાલસિંહ અને પ્રવિણસિંહ તપાસની દિશામાં કામે લગાડયા હતા.

આ કેબલ ચોરોને ઝડપી પાડવા કંપની આસપાસની ઝૂંપડપટ્ટીમાં સઘન શોધખોળ હાથ ધરતા પોલીસને સફળતા મળી હતી.અબ્દુલ ગફુર ઇશાક પઠાણ રહે- વિલાયત ઝૂંપડપટ્ટી તેમજ નાસિર લિયાકત કુરેશી રહે- વિલાયત ઝૂંપડપટ્ટી બન્નેવ મૂળ રહે,ગોધાલા ( હરિયાણા) નાઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.લાખોની કેબલ ચોરી પ્રકરણમાં કોણ કોણ સામેલ છે, એ તો તપાસ દરમિયાન ખબર પડશે.પોલીસે બંનેવ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News