સાપુતારાનાં નવાગામ ખાતે પણ ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ

Update: 2019-12-08 12:03 GMT

ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે આદિવાસીઓનાં પરંપરાગત ડુંગરદેવની પૂજા અર્ચના

ઉત્સવનો હર્ષભેર પ્રારંભ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો અનેકવિધ પરંપરાઓથી

ભરમાર જોવા મળે છે,ડાંગ જિલ્લાનાં

ગામડાઓમાં વસવાટ કરતા લોકોની તથા પશુપાલન તેમજ ધાન્યપાકો સહિત ગામ ઉપર કોઈ આફત ન

આવે તે માટે અહીનાં જનજીવન દ્વારા માવલી એટલે ડુંગરદેવની પૂજા અર્ચના કરી તેને

બકરા અને મરઘાનું નૈવેધ ચઢાવાય છે. ત્યારે ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે પણ

ડુંગરદેવ માવલીની પૂજા અર્ચના સાથે ઉત્સવનો હર્ષભેર પ્રારંભ થયો છે,સાપુતારાનાં નવાગામ ખાતે સ્થાનિક નવાગામવાસીઓ ડુંગરદેવની પૂજા અર્ચનામાં

જોતરાઈ જતા અહીનો માહોલ ભક્તિમય બની જવા પામ્યો છે.

Tags:    

Similar News