Connect Gujarat
Featured

આંધ્રપ્રદેશ : ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે 11 કોરોના સંક્રમિત દર્દીઓના મોત

આંધ્રપ્રદેશ : ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે 11 કોરોના સંક્રમિત દર્દીઓના મોત
X

તિરૂપતિ સોમવારે મોડી રાત્રે અહીંની સરકારી રૈયા હોસ્પિટલમાં આઈસીયુમાં ઓક્સિજન સપ્લાયમાં સમસ્યાને કારણે ઓછામાં ઓછા 11 કોવિડ-19 દર્દીઓનાં મોત નીપજ્યાં. ચિત્તૂર જિલ્લા મેજિસ્ટ્રેટ એમ હરિ નારાયણને આ માહિતી આપી.

તેમણે કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડરને ફરીથી લોડ કરવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો, જેના કારણે ઓક્સિજન સપ્લાયના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં. હરિ નારાયણને કહ્યું, "પાંચ મિનિટમાં ઓક્સિજનનો પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો અને હવે બધું સામાન્ય થઈ ગયું છે. આને કારણે, અમે વધુ દર્દીઓના મોતને અટકાવી શક્યા." દર્દીઓની દેખરેખ માટે લગભગ 30 તબીબોને તાત્કાલિક આઈસીયુ મોકલવામાં આવ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓક્સિજનની કમી નથી અને પૂરતા પ્રમાણમાં પુરવઠો કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી અને નિર્દેશ આપ્યો હતો કે આ ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવે. જગને અધિકારીઓને નિર્દેશ આપ્યો કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા.

Next Story