અંજારમાં ઐતિહાસિક જેસલ–તોરલ સમાધિ મંદિર પાસેના દબાણો દૂર કરાયા

New Update
અંજારમાં ઐતિહાસિક જેસલ–તોરલ સમાધિ મંદિર પાસેના દબાણો દૂર કરાયા

કચ્છના અંજારમાં ઐતિહાસિક જેસલ – તોરલ સમાધિ મંદિર પાસેના ચાલીસેક નાના - મોટા દબાણો નગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરીને હટાવ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો પ્રજાની સુવિધા માટે આગામી દિવસોમાં પણ દૂર કરાતા રહેશે.

અંજાર શહેરમાં દબાણવૃત્તિએ જોર પકડ્યું હોઈ ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે ચડી રહી છે. સતત વધી રહેલા દબાણોના પગલે શહેરના જેસલ – તોરલ મંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી થતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકા તેમજ પોલીસ વિભાગે સંયુક્ત રીતે હાથ ધરેલ કામગીરીમાં જેસલ – તોરલ મંદિર પાસે ચાલીસેક નાની મોટી કેબીનો- રેકડીઓ હટાવવાની સાથે દુકાનોના ગેરકાયદેસર ઓટલા, થાંભલા, બેનરો પણ તોડાયા હતા.જેસલ તોરલની સમાધિ જગ પ્રખ્યાત હોતા અહીં દૈનિક સેંકડો પ્રવાસી આવે છે તેમજ અહીંના સુડી ચપ્પુ વખણાય છે.

ત્યારે આ રોડ પર તથા ખુલ્લી જગ્યામાં કાચી - પાકી કેબીનો રેંકડીઓ ખડકાઈ જતા પ્રવાસીઓને પોતાના વાહનો રાખવામાં મુશ્કેલીઓ થતી હતી તેમજ જગ્યાના અભાવે દૂર વાહન પાર્ક કરવા પડતા હોઇ ચાલવું વધારે પડતું હતું. જેથી અંજાર નાયબ કલેકટર ડૉ.વિમલ જોષી, મામલતદાર શ્રી ગોર ,પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ તથા નગરપાલિકા તેમજ પોલીસ અધિકારીઓ સાથે દબાણો દૂર કરીને જાહેર રોડ ખુલ્લો કરાયો હતો. કામગીરીને જોઈને સ્વૈચ્છીક દબાણો દૂર થઈ ગયા હતા આ માર્ગ પર દોઢસો જેટલા રેંકડી, ગલ્લા, કેબિન ધારકો છે.

જેસલ તોરલ સમાધિ જાગીર શાખા હસ્તક આવતી હોવાના કારણે નાયબ કલેકટરે પોતે હાજર રહીને કાચી પાકી કેબીનો દૂર કરાવી હતી.દરમિયાન અહીં અમુક રાજકારણીઓની કેબીનો હતી અને તેઓ ભાડે કેબીનો આપીને ભાડા ઉઘરાવી રહ્યા હતા અહીં દબાણો દૂર થયા પછી ફરીથી દબાણો ન થાય તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકો એ માંગ કરી છે.કામગીરીથી નગરજનો ખુશ થયા હતા.

Latest Stories