Connect Gujarat
Featured

અંકલેશ્વર: ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2021નો કરાયો પ્રારંભ, જુઓ શું છે ખાસ

અંકલેશ્વર: ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2021નો કરાયો પ્રારંભ, જુઓ શું છે ખાસ
X

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 11માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2021નો આજ રોજ ઉદઘાટન આ એકસ્પોનું ઉદઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ. થેન્નારસનના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તથા પાનોલીને કેમિકલ, ફાર્મા, એન્જિનીયરીંગ તથા ઇલેકટ્રીક ક્ષેત્રના ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દેશના અન્ય વિસ્તારોના ઉદ્યોગો સાથે સંકલન સાધી શકે તથા ટેકનોલોજીનું આદાનપ્રદાન થઇ શકે તે માટે દર વર્ષે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજથી ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો પ્રારંભ અંકલેશ્વરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થયો હતો.

જેમાં ૧૨૦થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા છે.એક્સ્પો 2021 ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ. થેન્નારસન, લઘુ ઉદ્યોગ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ બળદેવ પ્રજાપતિ, અંકલેશ્વર જીઆઈડીસીના ડીવીઝનલ મેનેજર ધવલ વસાવા એ. આ. ઈએના પ્રમુખ રમેશ ગાબાણી, સેક્રેટરીડો. વલ્લભ ચાંગાણી, ચેરમેન પ્રવીણ તેરૈયા, ડીઆઈસીના જનરલ મેનેજર જીગર દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીમાં ડી એ આનંદપુરા ટ્રોફી થી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ. થેન્નારસનથેન્નારશને જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકારે ઉદ્યોગોને રાહત પેકેજ આપી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગતિશીલ રાખ્યાં હતા.

Next Story