Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના પાઇલોટને મોડા કેમ? કહી મારમારી લોકોએ ૧૦૮નો કર્યો ઘેરાવ

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના પાઇલોટને મોડા કેમ? કહી મારમારી લોકોએ ૧૦૮નો કર્યો ઘેરાવ
X

સામાન્ય રીતે ૧૦૮ ઇમરજન્સી સેવા પ્રજા માટે લાભદાયક અને જીવન બચાવનારી સાબીત થી છે. વારંવાર ૧૦૮ કર્મીઓ દ્વારા તેમની આવડત અને મહેનત થકી પ્રજાની ઉત્તમ સેવા કરી જીવ બચાવાયા છે એટૌં જ નહીં ૧૦૮ કર્મીઓ દ્વારા અકસ્માત સમયે ઘાયલો પાસે રહેલા રૂપિયા,દાગીના પરત કરવાના હોય કે ૧૦૮મા6 જ ઇમરજન્સીમાં ડીલેવરી કરી માતા અને બાળકનો જીવ બચાવવાના અનેક કિસ્સા બન્યા છે.તેવામાં ટ્રાફીક અને અન્ય ઇમરજન્સીમાં વ્યસ્ત ૧૦૮ને પહોંચવામાં મોડી પડી હોવાના આક્ષેપ સાથે અકસ્માત સ્થળે એકત્રીત લોકોએ ૧૦૮ને ઘેરવાનો પ્રયાસ કરી તેના ચાલકને મોડા કેમ ? કહી માર મરાયાનો વિડીયો વાયરલ થયાનો કિસ્સો અંકલેશ્વર ખાતે પ્રકાશમાં આવતા વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ તાપી હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત તથા બીજા બે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. દરમિયાન સારવાર અર્થે સ્થાનિક રહીશોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માત વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે સમયસર નહીં પહોંચતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને સમયસર નહીં આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સના પાઇલોટને સ્થાનિકોએ એમ્બ્યુલન્સમાં જ માર મારવા સાથે એમ્બ્યુલન્સનો ઘેરાવો પણ કર્યો હતો.જોકે હાજર અન્ય સેવાભાવી લોકો દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.હાલમાં એમ્બ્યુલન્સના પાઇલોટે તેને માર માર્યાની કે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી.પરંતુ પાયલોટને માર માર્યાનો વિડિયો વાઇરલ થતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ધ ટાઉન જરૂર બયો હતો.

Next Story