Connect Gujarat
Featured

અંકલેશ્વર : બાઇસિકલ કલબના સભ્યો પહોંચ્યાં નારેશ્વર, જુઓ પછી ત્યાં શું કર્યું

અંકલેશ્વર : બાઇસિકલ કલબના સભ્યો પહોંચ્યાં નારેશ્વર, જુઓ પછી ત્યાં શું કર્યું
X

દેશમાં વધી રહેલાં વાહનોના કારણે પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે લોકો સાયકલનો વપરાશ વધારે તેવા શુભ આશય સાથે અંકલેશ્વરમાં બાયસિકલ કલબ કાર્યરત છે. બાઇસિકલ કલબના સભ્યોએ પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. કલબના સભ્યો સાયકલ લઇ અંકલેશ્વરથી નારેશ્વર સુધી પહોંચ્યાં હતાં અને નારેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે તિરંગો લહેરાવ્યો હતો.

સાંપ્રત સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકે ને ભુસકે વધી રહયાં છે ત્યારે લોકો હવે સાયકલ ખરીદવાનું વિચારી રહયાં છે. આ ઉપરાંત વાહનોની વધી રહેલી સંખ્યાના કારણે તેમાંથી નીકળતાં ધુમાડાઓ વાતાવરણને દુષિત કરી રહયાં છે. લોકો સાયકલનો વપરાશ વધારે તો વાતાવરણને પ્રદુષિત થતું રોકી શકાય તેમજ આર્થિક બચત પણ થઇ શકે છે. અંકલેશ્વરમાં બાઇસિકલ કલબ કાર્યરત કરવામાં આવી છે. બાઇસિકલ કલબના સભ્યો વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરી રહયાં છે. અંકલેશ્વર બાઈસિકલ ક્લબના સભ્યોએ 100 કિલોમીટર બાઈસિકલ રાઈડ કરી નારેશ્વર ખાતે પાવન સલિલા મા નર્મદા નદી કિનારે તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ બાઇસિકલ રાઇડમાં નિલેશ ચૌહાણ, નિતિશ કુમાર, રાજેશ્વર રાવ અને મિરલ રાણા તથા અન્ય સભ્યો સામેલ થયાં હતાં.

Next Story