Connect Gujarat
Featured

અંકલેશ્વર : વોર્ડ નં- 9માં એક બુથ પર ફેરમતદાનની કોંગ્રેસની માંગ, ઇવીએમમાં હતી ક્ષતિ

અંકલેશ્વર : વોર્ડ નં- 9માં એક બુથ પર ફેરમતદાનની કોંગ્રેસની માંગ, ઇવીએમમાં હતી ક્ષતિ
X

અંકલેશ્વર નગરપાલિકામાં વોર્ડ નંબર - 9ના એક બુથ પર ઇવીએમમાં ટેકનીકલ ખામી હોવાથી કોંગ્રેસે ફેર મતદાનની માંગણી કરી છે. અંકલેશ્વર નગર પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે રવિવારના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર -9ના મતદાન માટે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું.

આ મતદાન મથક ખાતે રાખવામાં આવેલાં ઇવીએમમાં 5મા ક્રમના ઉમેદવારને મત આપવા છતાં લાલ લાઇટ થતી ન હોવાની ફરિયાદ કોંગ્રેસના ઉમેદવાર શરીફ કાનુગાને મળી હતી. શરીફ કાનુગાએ પોલિંગ બુથ ખાતે પહોંચી તપાસ કરતાં મતદારોની વાતમાં તથ્ય જણાયું હતું. બપોરના સમયે ઇવીએમની ચકાસણી કરવામાં આવતાં તેમાં ટેકનીકલ ખામી જણાય આવી હતી. જેથી નવું ઇવીએમ મુકી મતદાન શરૂ કરાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે સમગ્ર ઘટનામાં ગેરરિતિ કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરી છે. તેમણે ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી આ બુથ ખાતે ફેર મતદાનની માંગણી કરી છે...

Next Story