Connect Gujarat
Featured

અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સંકુલ ખાતે તારીખ 4 થી 6 દરમિયાન એકસ્પોનું આયોજન, 120 જેટલા સ્ટોલ્સ લાગશે

અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સંકુલ ખાતે તારીખ 4 થી 6 દરમિયાન એકસ્પોનું આયોજન, 120 જેટલા સ્ટોલ્સ લાગશે
X

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન તારીખ 4 થી 6 દરમિયાન ડી.એ. આનંદપુરા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વખતે સ્ટોલ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર તથા પાનોલીને કેમિકલ, ફાર્મા, એન્જિનીયરીંગ તથા ઇલેકટ્રીક ક્ષેત્રના ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દેશના અન્ય વિસ્તારોના ઉદ્યોગો સાથે સંકલન સાધી શકે તથા ટેકનોલોજીનું આદાનપ્રદાન થઇ શકે તે માટે દર વર્ષે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 4 થી 6 દરમિયાન એકસ્પો યોજાશે જેમાં આ વર્ષે 120 સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. એઆઇએના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, ચુંટણીની આચારસંહિતાના કારણે આ વર્ષે ઉદઘાટન સમારંભમાં કોઇ રાજકીય વ્યકતિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ એકસ્પોનું ઉદઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ. થેન્નારસન, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયા તથા લઘુભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઇ પ્રજાપતિ હાજર રહેશે. ઉદઘાટન સમારંભમાં બેસ્ટ એકસપોર્ટ તેમજ હાયર મેન્યુફેકચરીંગ ટર્નઓવર પ્રતિયોગિતા અંતર્ગત ઉદ્યોગોને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Next Story