New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-66.jpg)
શક્કરપોર બોરભાઠા નજીક નદીના કિનારે બે ડોલ્ફિન માછલી તણાઈ આવી
લોકોએ પકડી સુરક્ષિત રીતે નર્મદા નદીમાં મુક્ત કરી
અંકલેશ્વરના શક્કરપોર બોરભાઠા પાસે નર્મદા નદીમાં ડોલ્ફિન જોવા મળી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી નહી છોડવામાં આવતા ભરૂચ નજીક નદી સુકીભઠ બની છે દરિયાના પાણી ભરૂચ આગળ સુધી પહોંચી ગયા છે. જેને પગલે દરિયાઈ જીવો નર્મદા નદીમાં જોવા મળી રહ્યા છે તાજેતરમાં ભાડભૂત ગામ નજીક નર્મદા નદીમાં બે ડોલ્ફિન માછલીઓ તળાય આવ્યા બાદ ગતરોજ અંકલેશ્વરના શક્કરપોર બોરભાઠા નજીક નદીના કિનારે બે ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. જેને લોકોએ પકડી સુરક્ષિત રીતે નર્મદા નદીમાં મુક્ત કરી હતી. નર્મદા નદીમાં દરિયાઈ ખારા પાણીને પગલે દરિયાઈ જીવો તણાઈ આવતા નજરે પડે છે. ત્યારે દરિયામાંથી તળાઈ આવેલ ડોલ્ફિન માછલીઓને જોવા લોકો ઉમટી પડ્યા હતા.