Connect Gujarat
Featured

અંકલેશ્વર: ભાજપના પૂર્વ નગરસેવિકા ચંપા વસાવાએ BTPમાં જોડાયા બાદ કહ્યું પક્ષમાં હેરાનગતિ કરવામાં આવે છે,જુઓ કોના પર કર્યા આક્ષેપ

અંકલેશ્વર: ભાજપના પૂર્વ નગરસેવિકા ચંપા વસાવાએ BTPમાં જોડાયા બાદ કહ્યું પક્ષમાં હેરાનગતિ કરવામાં આવે છે,જુઓ કોના પર કર્યા આક્ષેપ
X

અંકલેશ્વરના પૂર્વ નગરસેવિકા ચંપા વસાવાએ ભાજપા સાથે છેડો ફાડ્યો છે અને બી ટી પી માં જોડાયા છે ત્યારે તેઓએ પૂર્વ નગર સેવક સંદીપ પટેલ અને સુધીર ગુપ્તા દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

ભાજપામાંથી વર્ષોથી કાર્યકર અને ત્યાર બાદ નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવતા અંકલેશ્વરના ચંપાબહેન વસાવાએ ભાજપા સાથે છેડો ફાડ્યો છે. તેઓ ગત ટર્મમાં વોર્ડ નંબર ૭ માંથી જીત્યા હતા પરંતુ આ વખતે નવી ગાઈડ લાઈન મુજબ ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટીકીટ નહિ આપવાનું નક્કી કરાતા તેઓનું પત્તું કપાયું હતું અને તેઓ આજે બી ટી પી માં જોડાયા હતા. બે દિવસ અગાઉ તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવા એંધાણ હતા પરંતુ તેઓએ હવે બી ટી પી નો આશરો લીધો છે. તેઓએ પક્ષ દ્વારા તેઓની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા તેઓએ પૂર્વ નગર સેવક સંદીપ પટેલ અને સુધીર ગુપ્તા પર નામ જોગ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે તેઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવે છે

આ અંગે પૂર્વ નગર સેવક સંદીપ પટેલનો સંપર્ક સાધતાં તેઓએ કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો તો સુધીર ગુપ્તાનો સંપર્ક સાધી શકાયો ન હતો. ભાજપના સિનિયર મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવેલ આક્ષેપથી અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Next Story