Connect Gujarat
Featured

અંકલેશ્વર : ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં બંદુકની અણીએ કરોડો રૂપિયાના દાગીનાની લુંટ

અંકલેશ્વર : ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં બંદુકની અણીએ કરોડો રૂપિયાના દાગીનાની લુંટ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંદુકની અણીએ બંધક બનાવી કરોડો રૂપિયાના દાગીનાની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર થઇ ગયાં છે.

દિપાવલી પર્વના ધમધમાટ વચ્ચે અંકલેશ્વરમાં બનેલી લુંટની ઘટનાએ પોલીસને દોડતી કરી નાંખી છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીની ઓફિસ આવી છે. કંપની સોનાના ઘરેણાની સામે લોકોને લોન આપવાની કામગીરી કરે છે. સોમવારના રોજ સવારે 9 વાગ્યે રાબેતા મુજબ કર્મચારીઓએ ઓફિસ ખોલી હતી. ઓફિસમાં થોડી જ વારમાં લુંટારૂઓ પ્રવેશ કરે છે અને બંદુક બતાવી કર્મચારીઓને બંધક બનાવી લે છે….

લુંટારૂઓએ બંદુક બતાવ્યાં બાદ ઓફિસ કબજામાં કરી લીધી હતી. લુંટારૂઓ પુરતાં આયોજન સાથે આવ્યાં હતાં. ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એ સહિતની તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી, જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ વાપીમાં પણ આજ પ્રકારે ગોલ્ડલોન આપતી કંપનીમાં કરોડો રૂપિયાના દાગીનાની લુંટ થઇ હતી. ભરૂચ શહેરમાં થોડા દિવસો પહેલાં બંદુકની અણીએ જવેલર્સને લુંટવાનો પ્રયાસ થયો હતો. આ ઘટના બાદ જિલ્લામાં લુંટની બીજી ઘટના બની છે. હાલ તો કારમાં ફરાર થઇ ગયેલાં લુંટારૂઓને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

Next Story