Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ઉમરવાડાના યુવાનો પહોંચ્યા કેરાલા પુરપીડિતોની વ્હારે

અંકલેશ્વરઃ ઉમરવાડાના યુવાનો પહોંચ્યા કેરાલા પુરપીડિતોની વ્હારે
X

ઉમરવાડા જમિયતુલ ઉલ્માએ હિન્દ નામની સંસ્થાના કાર્યકરોએ રાહત સામગ્રી પુરપીડિતોને હાથોહાથ પુરી પાડી

કેરાલામાં આવેલા પુરમાં અસરગ્રસ્ત થયેલા લોકોની વ્હારે દેશભરમાંથી સેવાભાવી સંસ્થાઓ ઉમટી રહી છે. ત્યારે અંકલેશ્વરનાં ઉમરવાડા જમિયતુલ ઉલ્માએ હિન્દ નામની સંસ્થાના કાર્યકરોએ રાહત સામગ્રી એકત્ર કરી સ્વયંસેવકો કેરાલા પહોંચ્યા હતા. રાહત સામગ્રી કલેકસન કરી ઉમરવાડાના નવયુવાનોએ કૈરલા ખાતે લોકોની રૂબરૂ મુલાકાત કરી પુરગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="63925,63926,63927,63928,63929,63930,63931,63932,63933,63934,63935"]

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના ઉત્સાહી યુવા સરપંચ ઈમ્તિયાઝ મકરોડ તથા ઉમરવાડા જમિયતુલ ઉલ્માએ હિન્દના પ્રમુખ કાસીમ મુલ્લા તથા ગામના યુવકો અને અંકલેશ્વર પરચેઝ પ્રમુખ બાબુ દેસાઈ, સિરાજ ગંગાત જુનેદ પાંચભાય (જે.પી) સહીતનાં યુવાનોએ કેરાલાનાં પુર અસરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી એકત્ર કરી હતી. ઉમરવાડા જમિયતુલ ઉલ્માએ હિન્દની મદદથી રાહત સામગ્રીની કીટ લઈને યુવાનો જાતે જ કેરાલાના પુર ગસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને પોતાના હાથે રાહત સામગ્રીનું વિતરણ કરી ઉમદા કાર્ય કર્યું હતુ. કેરાલાના લોકોએ નવયુવાનો તથા ઉમરવાડા જમિયતુલ ઉલ્માએ હિન્દનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story