Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ કર્મીઓ પર થયેલ હુમલાનાં વધુ બે આરોપી ની કરાઇ ધરપકડ

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ કર્મીઓ પર થયેલ હુમલાનાં વધુ બે આરોપી ની કરાઇ ધરપકડ
X

માટી ખોદકામની તપાસ કરવા ગયેલ ટીમ પર સાત શખ્સોનો લાકડીઓ વડે હુમલો કર્યો હતો

ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં ચાલી રહેલા માટી ખોદકામનું ચેકિંગ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ પર સાત જેટલા શખ્સોએ હુમલો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઝાડેશ્વરમાં રહેતા બ્રિજેશ સવાણી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ચાલતા માટી ખોદકામને મળેલ માહિતીના આધારે સલમાન અને આસિફભાઇ સાથે ખાનગી ગાડીમાં ગયા હતા.દરમિયાન બે મોટરસાયકલ અને બે ફોર-વ્હીલમાં ગામના જ ફૈયાઝ કાજી,, ફૈઝલ કાજી સહિત અન્ય ચાર શખ્સોએ ધસી આવી લાકડી તથા કમર પટ્ટા મારવા સાથે પોલો ગાડીના કાચ તોડી નાખી નુકશાન પણ કર્યું હતું. આ ઉપરાંત ખરોડ ગામમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.

જેમાં નાસતા ફરતા આરોપી ઓની ધરપકડ કરી હતી આ અંગે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર બ્રિજેશ સવાણીએ આ અંગે સાત આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story